Skip to main content

Posts

Showing posts from May, 2020

દાહોદ માં કોરોના ના નવા 4 કેસ

6/5/20 (remaining  samples) 60 more result recived today. 56 NEGATIVE  4 positive  Junavankarvas 1)Suraiya A pathan 30yrs/F 2) Batulbibi U. Pathan 80yrs/f 3) Ahzaz A. Pathan 4yrs/m 4) Rahish A. Pathan 12yrs/m No travel history. Neighbours of Qureshi family. All are in our government quarantine facility at limkheda  Contacts will be searched immediately.  Thanks

કોરોનાગ્રસ્ત કુરેશી પરિવારના સંપર્કમાં આવેલા લોકો પોલીસ કે આરોગ્ય તંત્રનો સંપર્ક કરે તેવી કલેકટર શ્રી તથા એસપી ની અપીલ

દાહોદના જૂના વણકરવાસમાં ૭૭૩ ઘરોમાં ૪૫૦૯ લોકોના આરોગ્યની સઘન ચકાસણી કોરોનાગ્રસ્ત કુરેશી પરિવારના સંપર્કમાં આવેલા લોકો પોલીસ કે આરોગ્ય તંત્રનો સંપર્ક કરે તેવી કલેક્ટર શ્રી વિજય ખરાડી તથા એસપી શ્રી હિતેશ જોયસરની અપીલ  અહીં કસ્બા વિસ્તારમાં આવેલા જૂના વણકરવાસને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા બાદ આરોગ્ય તંત્ર દ્વારા ત્યાં રહેતા લોકોની સઘન આરોગ્યલક્ષી તપાસ હાથ ધરવામાં આવી છે. કોરોનાગ્રસ્ત પરિવારના સીધા સંપર્કમાં આવેલા ૫૧ લોકોને અત્યાર સુધીમાં ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું છે.  તેમણે કહ્યું કે, કુરેશી પરિવારના સીધા સંપર્કમાં આવેલા લોકો વહીવટી તંત્રનો સંપર્ક કરે તે જરૂરી છે. કોરોનાથી બિલ્કુલ ડરવાની જરૂર નથી. સમયસર સારવાર મળે તો ઝડપથી સાજા થઇ જવાની શક્યતા વધુ છે. એથી આ પરિવારના સંપર્કમાં આવેલા લોકો ટાઉન પોલીસ સ્ટેશન અથવા ૧૦૮ કે ૧૦૭૭ નંબર ફોન કરીને સંપર્ક કરી શકાય છે.  આવી જ અપીલ કરતા જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે જણાવ્યું કે, કુરેશી પરિવારમાંથી અન્ય લોકોને કોરોના લાગતો રોકવા માટે તેના સંપર્કમાં આવેલા લોક

Dahod New Corona Case: દાહોદમાં કોરોના વાયરસનો વધુ એક કેસ, કુલ બે એક્ટિવ કેસ

New Corona Case in Dahod  Dahod Corona Update New Case in Dahod City   જિલ્લા માહિતી કચેરી-દાહોદ દાહોદમાં કોરોના વાયરસનો વધુ એક કેસ, કુલ બે એક્ટિવ કેસ ​મધ્યપ્રદેશના નિમચમાં એક લગ્ન પ્રસંગે ગયેલા દાહોદ નગરના કસ્બા વિસ્તારના જૂના વણકરવાસના એક પરિવારના ૪૪ વર્ષીય સભ્યને કોરોના વાયરસ લાગુ પડ્યો છે. મધ્યપ્રદેશથી આવ્યા હોવાથી લેવામાં આવેલા શંકાસ્પદ જણાયેલા બે સભ્યોના નમૂના લેવામાં આવ્યા હતા. નમૂનાનું પરિણામ આવતા આ યુવાનનો રિપોર્ટ પોઝેટિવ આવ્યો છે. કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, જૂનાવણકાર વાસના કુરેશી પરિવારના કુલ ૧૧ સભ્યો તા. ૨૦ માર્ચના રોજ દાહોદથી મધ્યપ્રદેશના નિમચ ખાતે કોઇ સંબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. ત્યાં જઇને તા. ૨૪ એપ્રિલના રોજ નિમચ ખાતેની જિલ્લા હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું હતું અને તેમાં કોઇ પણ પ્રકારના લક્ષણો જણાયા નહોતા. ​નિમચ ખાતે ચાલીસ દિવસ રોકાયા બાદ તા. ૨૯-૪-૨૦૨૦ના રોજ ખંગેલા બોર્ડર ખાતેથી દાહોદ મેડિકલ ઇમર્જન્સીના કારણોસર આવ્યા હતા. જ્યાં તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. એમાં શંકાસ્પદ જણાતા દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પરિવારને ક્