દાહોદના જૂના વણકરવાસમાં ૭૭૩ ઘરોમાં ૪૫૦૯ લોકોના આરોગ્યની સઘન ચકાસણી કોરોનાગ્રસ્ત કુરેશી પરિવારના સંપર્કમાં આવેલા લોકો પોલીસ કે આરોગ્ય તંત્રનો સંપર્ક કરે તેવી કલેક્ટર શ્રી વિજય ખરાડી તથા એસપી શ્રી હિતેશ જોયસરની અપીલ અહીં કસ્બા વિસ્તારમાં આવેલા જૂના વણકરવાસને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા બાદ આરોગ્ય તંત્ર દ્વારા ત્યાં રહેતા લોકોની સઘન આરોગ્યલક્ષી તપાસ હાથ ધરવામાં આવી છે. કોરોનાગ્રસ્ત પરિવારના સીધા સંપર્કમાં આવેલા ૫૧ લોકોને અત્યાર સુધીમાં ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, કુરેશી પરિવારના સીધા સંપર્કમાં આવેલા લોકો વહીવટી તંત્રનો સંપર્ક કરે તે જરૂરી છે. કોરોનાથી બિલ્કુલ ડરવાની જરૂર નથી. સમયસર સારવાર મળે તો ઝડપથી સાજા થઇ જવાની શક્યતા વધુ છે. એથી આ પરિવારના સંપર્કમાં આવેલા લોકો ટાઉન પોલીસ સ્ટેશન અથવા ૧૦૮ કે ૧૦૭૭ નંબર ફોન કરીને સંપર્ક કરી શકાય છે. આવી જ અપીલ કરતા જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે જણાવ્યું કે, કુરેશી પરિવારમાંથી અન્ય લોકોને કોરોના લાગતો રોકવા માટે તેના સંપર્...